સામાજીક ૫૨૫૨ાઓ અને પ્રાચીન સંસ્કૃતિનું જતન અને સંવર્ધન સારહી યુથ કલબ ઓફ અમરેલીની મુખ્ય સામાજીક પ્રવૃતિઓમાંની એક છે. આ સંસ્થા લોક મેળાના આયોજનો થકી સામાજીક સમરસતાનો સંદેશ ફેલાવી રહી છે. ભારતની ભૂમિ ઉત્સવ પ્રિય છે ગણપતિ ઉત્સવ અમરેલી શહેરની મુખ્ય ઓળખ છે ઉત્સવ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. વિશ્વનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ '' નવરાત્રી" શકિતની ઉપાસના પર્વ નવરાત્રીનું સુચારૂ આયોજન ક૨ી ગરબે ધુમતી બાળાઓને સંસ્થા દ્રારા પુરસ્કાર આપવામા આવે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહિત ક૨વા કાર્યક્રમોનું આયોજન થકી સ્કૂલબેગ ભેટ આપવામા આવે છે. દિપાવલીના પર્વ પછીનો સૌથી મોટો પર્વ દેવ દિવાળી ' ઠાકોરજી'' ના લગ્ન નું ભવ્ય આયોજન પણ સારહી સંસ્થા દ્રારા કરવામા આવે છે જેનો ધર્મપ્રેમી જનતા વિશાળ પ્રમાણમા ભાગ લ્યે છે આવી અનેક સામાજીક પરંપરા જાળવતા આયોજનો સંસ્થા દ્વા૨ા ક૨વામા આવે છે જે સામાજીક પ્રવૃતિનું મુખ્ય અંગ બની રહી છે.